શ્રાવક જીવનની પૂર્વે માર્ગાનુસારીના ૩૫ ગુણોની ભૂમિકા
માર્ગને અનુસરનાર તે માર્ગાનુસારી . મોક્ષમાં જવાના માર્ગ પર ગમન કરતા જીવને માર્ગાનુસારી કહેવાય છે . તેના ૩૫ ગુણો છે . તે આ પ્રમાણે . સંક્ષિપ્ત રીતે...
- ૧ . ન્યાયપૂર્વક સંપત્તિ - લક્ષ્મી - વૈભવ આદિ પ્રાપ્ત કરવી.
- ૨. ઉત્તમ પુરુષોના આચારોની પ્રશંસા કરવી.
- ૩.સમાન કુલ સુશીલ વ્યક્તિનો અન્ય ગોત્ર સાથે જ વિવાહ - લગ્ન સંબંધ કરવો નહિ .
- ૪. પાપભીરુતા - પાપોનો ભય - પાપથી ડરતા રહેવું.
- ૫ . પ્રસિદ્ધ દેશાચારોનું પાલન કરવું .
- ૬. કોઈની પણ નિંદા - અવર્ણવાદ ન કરવા .
- ૭. રહેવાનું મકાન અતિ ખુલ્લી કે અતિ ગુપ્ત જગ્યામાં ન હોવું જોઈએ . પાડોશી આજુ - બાજુમાં રહેનારા પણ સુસંસ્કારી હોય તેમજ આવવા - જવા માટે ઘણા દરવાજા ન હોવા જોઈએ .
- ૮. સદાચારી પુરુષોની સોબત - સંગત કરવી.
- ૯. માતા - પિતાની પુજા - ભક્તિ - આદર તેમજ સત્કાર કરવો.
- ૧૦. ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ કરવો.
- ૧ ૧. નિદિત કાર્યોમાં પ્રવૃત્તિ ન કરવી.
- ૧૨ . આવક પ્રમાણે ખર્ચ કરવો.
- ૧૩ . પોતાની શક્તિ તેમજ સંસ્કૃતિ અનુસાર પહેરવેશ પહેરવો . પરંતુ ઉદ્ભટ વેષનો ઉપયોગ કરવો.
- ૧૪ . બુદ્ધિના ૮ ગુણોનું સેવન કરવું . તે આઠ ગુણ આ પ્રમાણે . .
- ( ૧ ) સુશ્રુષા : શાસ્ત્રોની સત્ય - સુંદર વચનોના શ્રવણની ઇચ્છા જૈન માર્ગદર્શિકા ૪૯
- ( ૨ ) શ્રવણ : શાસ્તવચનો સાંભળવા
- ( ૩ ) ગ્રહણ ગ્રહણ : એનો અર્થ સમજવો
- ( ૪ ) પારણા : સમજયા પછી એ અર્થો યાદ રાખવા
- ( ૫ ) ઉહા : ગ્રહણ કરેલા અર્થમાંથી તર્ક કરવા
- ( ૬ ) અપોહ : કરેલા તર્કોમાંથી તાત્વિક બાબતો રાખી અતાત્વિક બાબતોનો ત્યાગ કરવો
- ( ૭ ) અર્થ વિજ્ઞાન : અર્થનું સાચું - સભ્ય જ્ઞાન કરવું
- ( ૮ ) તત્ત્વજ્ઞાન : તત્ત્વનો નિશ્ચય કરવો.
- ૧૫. નિત્ય ધર્મ શ્રવણ કરવું.
- ૧૬. અજીર્ણ થાય ત્યારે ભોજનનો ત્યાગ કરવો.
- ૧૭. પ્રકૃતિને અનુકૂળ અને સમયસર ભોજન કરવું.
- ૧૮ . ધર્મ - અર્થ અને કામને પરસ્પર બાધા ન પહોંચે તે રીતે જીવન જીવવું.
- ૧૯ . દેવ , અતિથિ , દીન - દુઃખીની સેવા કરવી.
- ૨૦. કદાગ્રહી ન થવું .
- ૨૧. ગુણોના વિષયમાં પક્ષપાત કરવો .
- ૨૨. દેશ - કાળથી વિરુદ્ધ ન ચાલવું .
- ૨૩. પોતાની શકિત અનુસાર કાર્યનો પ્રારંભ કરવો .
- ૨૪. સદાચારી અને જ્ઞાનીઓની સેવા કરવી .
- ૨૫. સાધારણ કુટુંબ પરિવારનું ભરણ - પોષણ કરવું .
- ૨૬. દીર્ઘદ્રષ્ટા : દીર્ધદષ્ટિથી વિચાર કરવો
- ૨૭. વિશેષજ્ઞ : વિવેકી બનવું
- ૨૮. કૃતજ્ઞ : આપણા પર કોઈએ કરેલા ઉપકારને જાણવો
- ૨૯ . લોકપ્રિય : લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવો છે .
- ૩૦. લાજ - શરમ - મર્યાદા રાખવી
- ૩૧ . દયાળુ : સર્વ જીવો પ્રત્યે દયાભાવ રાખવો
- ૩૨ . સૌમ્ય આકૃતિ : મુખારવિંદ સૌમ્ય રાખવું .
- ૩૩ . પરોપકારમાં પ્રયત્નશીલ રહેવું .
- ૩૪. અંતરંગછ શત્રુ - કામ , ક્રોધ , લોભ , માન , મદ અને મત્સર પરવિજય મેળવવો .
- ૩૫ . ઈન્દ્રિયોને વશમાં રાખવી.