વિક્રમ સવંત ૨૦૭૧
ભાદરવા સુદ પાંચમ
૧૮/૦૯/૨૦૧૫ શુક્રવાર
સંચાલક : શ્રી પ્રાર્થના જૈન યુવક મંડળ
સુયોગ્ય ઘડતર
સુવ્યવસ્થિતઃ કેળવણી
ભવિષ્યની શ્રાવિકાઓ
શ્રી જૈન સંઘ / પરિવાર ની ભવિષ્યની જવાબદારીઓ જેના પર આવવાની છે તેવી આજની યુવા પેઢી કે જે ભવિષ્યની શ્રાવિકાઓ બનવાની છે તેના સુયોગ્ય ઘડતર તથા સુવ્યવસ્થિતઃ કેળવણીના ઉદેશ્યથી આ ગ્રુપ ની સ્થાપના કરવામાં આવી છે
શ્રી ભાવનગર જૈન શ્વે. મૂ. પૂ. તપાસંઘ ના આંગણે ચાલી રહેલી શ્રી શાસનસેવીકા ગ્રુપ ચતુર્થ વષૅ સુંદર રીતે કાર્યરત છે
૨૦૧૫ - ૨૦૧૬ (માર્ચ)
શ્રી ભાવનગર જૈન મૂર્તિપૂજક તપાસંઘને આંગણે થયેલ સામુદાયિક સિદ્ધિતપના પારણાં પ્રસંગે તપસ્વીઓ ને પીરસવાની વ્યવસ્થા, નવટુંક સવા-સોમાની ટૂંકમાં સ્નાત્ર ભણાવ્યું, ધર્મસભા,ગ્રુપની પ્રથમ એ.જી.મ પ્રાર્થના મંડળ ની સાથે
૨૦૧૬(એપ્રિલ)-૨૦૧૭
ગ્રુપની પ્રથમ એ.જી.મ પ્રાર્થના મંડળ ની સાથે , સમૂહ સ્નાત્ર, ધર્મસભા, વિવિધ કાર્યક્રમો
૨૦૧૭-૨૦૧૮
એ.જી.એમ ,સમૂહ સ્નાત્ર, ધર્મસભા, હેપી હવર, વૈયાવચ્ચ, ઉપધ્યાન માળ, નીવી,આયંબિલ પીરસવાની વ્યવસ્થા, યાત્રા પ્રવાસ
૨૦૧૮-૨૦૧૯
નિબંધ સ્પર્ધા, સુપાત્રદાન ભક્તિ, આર્ટ ઓફ લિવિંગ, ગિરનાર યાત્રા, ધર્મસભા
૨૦૧૯-૨૦૨૦
એ.જી.મ, ધર્મસભા, વેયાવચ્ચ મોલ, ફૂલપાકજી તીર્થયાત્રા
નવા વિચારો , નવા અભિગમ દવારા વર્ષ દરમિયાન કરેલી એકટીવીટી જે દીકરીઓ એ ખુબ જ સારી રીતે કરેલી છે.
કહેવાય છે કે દીકરી અને ગાય , દોરે ત્યાં જાય " જો કદાચ પહેલેથી જ એમના માં સુયોગ્ય ઘડતર નું બીજ રોપવામાં આવે તો ભવિષ્યમાં શાસનની દીકરીઓ પણ પોતાના જીવનમાં કંઈક અંશે શાસન પ્રત્યે પોતાનું ઋણ અદા કરી શકે. આમ શ્રી સંઘની દીકરીઓમાં જિનશાસનના આચારો, વિચારો અને ક્રિયાઓ પ્રત્યે જાગૃતતા લાવવા માટેનું આયોજનબદ્ધ, સુયોગ્ય માર્ગદર્શન એ "શાસન સેવિકા ગ્રુપ" મુખ્ય હેતુ છે.
શાસન માટે શિક્ષણ અને સંસ્કારના સામાજિક તેમજ ધાર્મિક સેતુને સમજણના તાંતણે બાંધવાનો એક સુચારુ પ્રયાસ એટલે શ્રીસંઘની દીકરીઓની સુવ્યવસ્થિત કેળવણી. જુદા -જુદા વિષયો પર તેમનામાં રહેલી સુષુપ્ત કળાઓ અને પ્રતિભાઓ ને ખીલવવાનો પ્રયત્ન એ પણ આ ગ્રુપ બનાવવા પાછળનો એક હેતુ છે
આજના ટેક્નોલોજીના યુગમાં પ્રભુની પરંપરા અને પ્રરૂપના વિસરાતી જઈ રહી છે ત્યારે આજની શ્રીસંઘની દીકરીઓ આવતીકાલની શ્રાવિકાઓ થવાની હોય ત્યારે તેઓ જૈનધર્મ પરંપરાની વાહક બને અને પોતાના પરિવારને પણ તે માર્ગે દોરે તે જરૂરી છે. આજની દીકરીઓમાં જો જીવદયા , જયણા અને જિનવચનમાં શ્રદ્ધા હશે તો તેઓ પોતાના પરિવારનું પણ તે માર્ગે વહન કરશે તેવા શુભ ભાવોના બીજ રોપવાનો મુખ્ય હેતુ એટલે શાસન સેવિકા ગ્રુપ નો ઉદ્ભવ