સવંત ૨૦૪૫ને ફા. સુ. ૧૨ ના શુભ દિને પવિત્ર ગિરિરાજની શિતલ છાયામાં પ.પૂ આચાર્ય દેવશ્રી હેમરત્ન સુરીશ્વરજી મ.સા. ના વરદ હસ્તે વવાયેલું આ બીજ જિનશાસનના બગીચાના અનેકાનેક ધુરંધર માળી ઓ દ્વારા એવી માવજતને પ્રાપ્ત કરી ચૂક્યું જેના કારણે આ ૩૦ વર્ષોના વહાણાં વીતે એક વટવૃક્ષ બની તે જિનશાસનના બાગમાં શોભી રહ્યું છે. ખંતીલા યુવાનો એ પોતાની કાર્યશક્તિ ખીલવવા ઘ્વારા તન, મન અને ધનના યોગદાન દ્વારા કંઈક ગણા વિશેષ એવા કર્યો દ્વારા "શ્રી પ્રાર્થના જૈન યુવક મંડળ" ના નામને શ્રી ભાવનગર જૈન શ્વે. મૂ. પૂ. તપાસંઘ જ નહીં પરંતુ ભારત ભરના જૈન સંઘોના હોઠે મૂકી દીધું છે.
શાશ્વતા ગિરિરાજની છત્રછાયામાં, દાદા આદિનાથના સાનિધ્યમાં, શાસનદાઝ અને યુવાનોમાં ક્રાંતિના પ્રેરક અને સંસ્કૃતિરક્ષક પ.પૂ.આ.શ્રી વિજય હેમરત્નસુરીશ્વરજી મ.સા.ની શુભપ્રેરણાથી ફા.સુ ૧૨ની રાત્રીએ ગિરિરાજની તળેટી સ્થિત કેસરીયાજી ધર્મશાળામાં મંડળની સ્થાપના સંવંત ૨૦૪૫ માં થયેલ. શ્રી પ્રાર્થના જૈન યુવક મંડળ મુખ્યત્વે શાસન સેવાના કર્યો અને દર્શન-જ્ઞાન-ચારિત્રની વિશિષ્ટ આરાધના રૂપ કાર્યોમાં પોતાનું યથાશક્તિ સમર્પણ આપવા કટિબદ્ધ રહે છે.
જિનશાસનના ગગનમાં વિહરતા દરેક આચાર્યભગવંતો... ગુરુ ભગવંતોના ચરણ કમલોમાં હરહંમેશ નતમસ્તક રહી તેમના દરેક કાર્યોમાં પણ એવો જ સહકાર અને સેવા પ્રદાન કરવાની આગવી શૈલી મંડળે ધરાવી છે.
મોટી સંખ્યામાં યુવાનોના સભ્યપદોથી શોભિત મંડળે હવે પોતાની પાંખો પ્રસારવાનો પણ અભિગમ અપનાવ્યો છે હવે પછીના વર્ષોમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમજ ધાર્મિક બાબતોમાં પણ તાતી જરૂરિયાત વાળા ક્ષેત્રોમાં ખેડાણ કરવાના હેતુથી મંડળના ઉપક્રમે અલગ ટ્રસ્ટોની સંરચના કરવામાં આવી છે.
આ ટ્રસ્ટો ઘ્વારા હવેના સમયમાં જેની તાતી જરૂરત છે એવા કાર્યો હાથ ધરી જૈન સંઘ તથા સમાજના લોકોને પણ ઉપયોગી થવા તરફના નવો વળાંક લેવાનું વિચારાય રહ્યું છે.
જીવદયાના ક્ષેત્રે... સાધર્મિક ક્ષેત્રે... જ્ઞાનના ક્ષેત્રે તેમજ સેવાના ક્ષેત્રે સતત વિચાર બની નવા નવા આયોજનો પૂર્વક શાસન પ્રભાવના થઇ રહે અને યુવાની કાળમાં... શક્ય તેટલું કરી છૂટવાની નમ્રતા સાથે સહુ એક તાન બનીને ખભે ખભે મિલાવી આગળ વધી રહ્યા છે ત્યારે દેવ-ગુરુ પાસે, સંઘના વડીલો પાસે સહુ કાર્યકરો પાસે એક જ અભ્યર્થના રાખીએ કે સહુ કોઈ સભ્યોનો અમોને જે રીતે સાથ સહકાર મળ્યો છે તેથી સવિશેષ મળતો રહે.. મંડળની યાત્રા અવિરત ગતિએ વહેતી રહે...
ઉચ્ચતર માધ્યમ અભ્યાસ અર્થે સ્કૉલરશિપ, લોન
સંઘ ની દીકરીઓ સારા કર્યો કરે,શાસન ના સંસ્કાર ની કેળવણી
શરૂઆત થી જ જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા જોડાણ
મીનોરીટી સ્કૉલરશિપ, મીનોરીટી અંતર્ગત વિવિધ ફાયદાઓ
૨૦૧૪ થી શ્રી અખિલ ભારતીય જૈન શ્વે.મૂ. પુ. યુવક મહાસંઘ
ભાવનગર બ્રાન્ચ ઓફિસ