Our Activities

વિવિધ ધાર્મિક તથા સામાજિક પ્રવૃતિઓમાં પ્રવૃત પ્રાર્થના

મહાવીર જન્મ કલ્યાણકની વિશિષ્ટ ઉજવણી, મહા આરતીથી આરંભથયેલી યાત્રાએ, કેટલાએ છ'રી પાલિત સંઘો શ્રી શત્રુંજય ગિરિરાજ પરના સર્વજિન બિંબોની અષ્ટપ્રકારી પૂજા શ્રી શત્રુંજય ગિરિરાજ પરના સર્વજિન બિંબોની એકી દિવસે વિધિ વિધાન યુકત અઢાર - અભિષેક, ક્ષત્રિય કુંડથી સમેત શિખરજી છ'રી પાલિત સંઘમાં વ્યવસ્થા સંચાલન પૂર્વક ૧૮૦૦ આરાધકોની સેવા... ફા.સુ. ૧૩ની યાત્રામાં દાદાના દર્શનાર્થે પધારતા હજારો યાત્રિકોની વ્યવસ્થાનું સંચાલન વગેરે વગેરે જુદા જુદા દરેક નાના-મોટા અનેક આયોજનો દ્વારા પ્રવૃત્તિનો ધબકાર સતત ધબકતો રાખી યુવાનોને શાસન સેવામાં જોડી રાખવા સાથે સૌ આત્માની ઉન્નતિ રૂપ 'ધર્મસભા' ઘ્વારા તત્વોની વાતો પણ પમાડવાનું પણ ઉમદા કાર્ય મંડળ ઘ્વારા થઇ રહ્યું છે.

Main Activities

દર મહિને એકવખત ધર્મસભા

જ્ઞાનગોષ્ટી અને તત્વોની વાતો આધારિત સ્વાધ્યાય અર્થે દરમહિને મંડળના સભ્યો માટે થતું સામુહિક મિલન એટલે ધર્મસભા અને મંડળનું હાર્ટ સ્વરૂપ કાર્ય....

ત્રિ-દિવસીય ગિરિરાજ સેવા

તીર્થભક્તિ, તીર્થરક્ષા ના હેતુસહ ભારતભરના તમામ જૈન સંઘોના યુવાનો ઘ્વારા શ્રી શત્રુંજય ગિરિરાજ ખાતે કરતી  ત્રિ-દિવસીય ગિરિરાજ સેવા

પસ્તી કલેકશન

ભાવનગર શહેરના વિવિધ વિભાગોમાંથી સમયાંતરે કરાતું પસ્તીનું એકત્રીકરણ જેની ઉપજ માંથી વિધવા બેનોના સંતાનોને શેક્ષણિક ક્ષેત્રે મદદરૂપ બનવાનો પ્રયાસ

ફાગણ સુદ ૧૩ વ્યવસ્થા

પાલીતાણા ની  છ' ગાઉની યાત્રા દરમ્યાન યાત્રિકોની સુખાકારી માટે તળેટી થી શરુ કરી પાલ સુધી વિવિધ સ્થળોએ કરતી વ્યવસ્થા જે મંડળના દરેક સભ્યો માટે ફરજીયાત કાર્ય છે

શત્રુજય તીર્થપતિ શ્રી આદિનાથદાદાની સાલગીરી, Mission 500

શ્રી શત્રુંજય તીર્થાધિપતિ આદિનાથ દાદાની ૫૦૦મી સાલગીરીના અનુસંધાને ૭ ક્ષેત્રને ઉપલક્ષએ થતું કાર્ય એટલે મિશન ૫૦૦

સાધુ-સાધ્વી ભ. વૈયાવચ્ચ

ભાવનગરની આજુબાજુ તેમજ પાલીતાણા ખાતે સાધુ-સાધ્વીજી ભગવંતોને ઉપયોગી વસ્તુઓ વહોરાવવા ઘ્વારા થતી વૈયાવચ્ચ

અનુકંપા

શ્રી શત્રુંજય ગિરિરાજ પરથી એકત્ર કરેલ ફળ-નૈવેદ ને વ્યવસ્થિત વર્ગીકૃત કરી ભાવનગર તેમજ પાલીતાણા શહેરના આજુબાજુના ગામોમાં  અને શાળાઓમાં દાદાની પ્રસાદી સ્વરૂપે કરતી ભક્તિ

પ્રાર્થના પુષ્પાંજલી

મંડળના સભ્યો દ્વારા જ થતી મંડળના કોઈ સભ્યની ગેરહાજરીમાં તે પરિવારને આર્થિક સહાય ની વ્યવસ્થા એટલે પુષ્પાંજલિ

ચાતુર્માસિક આરાધના

ચાતુર્માસના દિવસોમાં થતી વિવિધ નિયમો અને સામુહિક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપની આરાધનાઓ જેવી કે સમૂહ સામાયિક, તપશ્ચર્યા , ચૈત્ય પરિપાટી, સ્વાધ્યાય વગેરે

વિધવા સહાય

શ્રી ભાવનગર જિલ્લાના એવા જૈન પરિવાર કે જેમાં પતિની ગેરહાજરી હોય તેવા વિધવા બહેનોના બાળકોના અભ્યાસ ની સ્કૂલ ફી , પુસ્તકો, ટ્યૂશન ફી જરૂરી ખર્ચને  પહોંચી વળવા અપાતી સહાય

ગિરિરાજ ભંડારગણતરી

શેઠ આ.ક. પેઢી હસ્તક તીર્થોના ભંડારની ગણતરી માટેનું કાર્ય  ગિરિરાજ ભંડારગણતરી

સ્નાત્ર મહોત્સવ

પ્રભુના જન્મ કલ્યાણકની ઉજવણી સ્વરૂપ વર્ષની શરૂઆતમી જ થતી ભક્તિ એટલે સમૂહ સ્નાત્ર મહોત્સવ

ચૈત્ર સુદ-૧૩ મહાવીર જન્મકલ્યાણકની ઉજવણી.

શાસનપતિ  પ્રભુવીરના જન્મકલ્યાણાકની વિવિધ રીતે કરતી ઉજવણી જેમાં પ્રભુજીની રથયાત્રા , જ્ઞાનવર્ધક સ્પર્ધાઓ, પ્રભુના ૨૭ ભાવોની રચનાઓ વી. સબંધી શાસનપ્રભાવના ના કાર્યો

Other Activities

પર્યુષણ પર્વ માં વડીલ ભક્તિ

શારિરિક રીતે અશક્ત વડીલોને પર્યુષણ પર્વના દિવસોમાં તેમના ઘરે ઔચિત્ય પૂર્વક પ્રભુજી ને  પધરાવી કરાવતી જિનભક્તિ એટલે વડીલભક્તિ

સામાજિક શિક્ષણ અંતર્ગત સેમિનાર

જૈન મેનોરિટી સેલ અંતર્ગત સમાજ ને મળતાં આર્થિક લાભો તેમજ શેક્ષણિક ક્ષેત્રે મળતાં લાભોની માહિતી અપાતું કાર્ય  તથા સ્કોલરશીપ મળે તે માટે થતું કાર્ય

શ્રી અખિલ ભારતીય યુવાક મહાસંઘ અંતર્ગત ગુજરાત રાજ્યના વિવિધ કર્યો

સમગ્ર ભારતના જૈન યુવક મહાસંઘ ઘ્વારા સૂચવેલા કાર્યોને પશ્ચિમ ભારતના વિસ્તારોમાં વિસ્તૃત કરવાનું કાર્ય અને તેનું પ્રતિનિધિત્વ તથા શ્રી અખિલ ભારતીય યુવાક મહાસંઘ અંતર્ગત ગુજરાત રાજ્યના વિવિધ કર્યો

પાઠશાળા ઉત્કર્ષ

જ્ઞાન  ક્ષેત્રે પાઠશાળાના ઉત્કર્ષ સબંધી થતી વિવિધ પ્રવૃત્તિઓ

છાપરાયાળી પાંજરાપોળ ને લગતા કાયોં

શેઠ આ.ક. પેઢી હસ્તકની પાંજરાપોળ ના ઉત્કર્ષ તેમજ પશુઓના ઉત્થાન માટેના વિવિધ કાર્યો

પ્રાર્થના એવોર્ડ્સ

દર વર્ષે સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર વ્યક્તિ અને સંસ્થનાને બિરદાવવા અપાતો એવોર્ડ

દર ૨ વષૅ એક વખત યાત્રા પ્રવાસ

જિનશાસનના ઐતહાસિક તીર્થોની યાત્રા કરવા ઘ્વારા સમ્યક્દર્શન નિર્મલ બનાવવાનું થતું આયોજન એટલે યાત્રા પ્રવાસ

લધુમથી લાભો માટે સેમિનાર તથા સ્કોલરશીપ બાબત કર્યો

જૈન માઇનોરિટી સેલ અંતર્ગત સમાજ ને મળતાં આર્થિક લાભો તેમજ શેક્ષણિક ક્ષેત્રે મળતાં લાભોની માહિતી અપાતું કાર્ય  તથા સ્કોલરશીપ મળે તે માટે થતું કાર્ય

Sports Event

શારીરિક કૌશલ્ય અને રમત પ્રત્યે જાગૃતતા કેળવવા કરાતું  આયોજન

મંડળના સભ્યોનો મેડિકલ ચેક-અપ અને સેમિનાર

મેડિકલ ક્ષેત્રે સભાનતા કેળવવા તેમજ જાગૃતતા કેળવવા સમયાંતરે આયોજિત થતું મંડળ ના સભ્યોનું મેડિકલ ચેકકપ તથા તજજ્ઞો નું વ્યક્તવ્ય