સાધુ સાધ્વી વૈયાવચ્ચ, અનુકંપા, ગિરિરાજસેવા (આણંદજી કલ્યાણજી પેઢી)
(શ્રી પ્રાર્થના રિલીજીયસ ટ્રસ્ટ)
શ્રી શાશ્વત ગિરિરાજના પવિત્ર સ્થાનમાં... દેવ દ્રવ્યના સંરક્ષણ પૂર્વક અનેક જીવોના દિલને હાશ અને આનંદિત કરવાપૂર્વક શ્રી સિદ્ધક્ષેત્રની આજુબાજુ ના રહેનારા વર્ગ ને ગિરિરાજ પ્રત્યે સદ્ભાવ અને બહુમાન પ્રગટ કરાવવાનો અનેરો લાભ...
પવિત્ર શત્રુંજય ગિરિરાજ ઉપર યાત્રિકો દ્વારા ઉત્તમોત્તમ દ્રવ્યપૂજા અર્થે સમર્પિત થતા શ્રેષ્ઠ ફળ અને સુંદર નૈવેદ નો પૂર્ણપણે સદ્ ઉપયોગ થાય તેવા ઉમદા હેતુ સાથે શ્રી પ્રાર્થના જૈન યુવક મંડળ - ભાવનગર દ્વારા પેઢીના નિયમોનુસાર આ ફળ અને નૌવેદને રોજ એકઠા કરી ઉપરથી મજૂરો દ્વારા નીચે લાવી પારણા ઘરમાં અલગ કરીને પવિત્ર શત્રુંજય ગિરિરાજની આસપાસના ગામોની સ્કૂલોમાં તથા સ્લમ વિસ્તારોમાં તેમજ તાલુકા - જિલ્લાના અનેક ગામોમાં હોસ્પિટલો જરૂરતમંદ સંસ્થાઓ તથા સ્કૂલો વિગરેમાં અજૈનોને અનુકંપા દાન સ્વરૂપે રોજબરોજ વિતરણ કરવામાં આવે છે. આ વિતરણ "આદિશ્વર દાદાની પ્રસાદી" સ્વરૂપે થઇ રહી છે.
જીવદયા નું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ "અનુકંપા દાન" નું પણ છે. આ આયોજનથી ગિરિરાજની આસપાસના ગામોમાં વસતા ગામજનોની તીર્થ તથા દાદા પ્રત્યેની આસ્થા પણ વધી રહી છે.