HELP CENTER

  • જૈન સમુદાયને ધાર્મિક લઘુમતી (માઈનોરીટી સ્ટેટ્સ ) મળવાથી તેના લાભ મેળવવા માટે જૈન તરીકેનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે.
  • જૈન તરીકેનું પ્રમાણપત્ર માટે જો આપણા તથા આપણા બાળકોના સ્કૂલ લીવીંગ સર્ટિફિકેટમાં જૈન શબ્દ લખેલો હોય તો કેટલીક જગ્યાએ પુરાવા તરીકે જૈન સર્ટિફિકેટ ની જરૂર નથી. પરંતુ કેટલીક અન્ય જગ્યાએ જરૂર પડી શકે છે તેથી જૈનનું પ્રમાણપત્ર કઢાવી રાખવું હિતાવહ છે.
  • જે તે સંઘમાંથી જૈન તરીકેનો દાખલો કઢાવવો
  • ૧. આખા પરિવારનો (એક રસોડે જમતા) તમામ વ્યક્તિનો દાખલો એક સાથે એક જ લેટરમાં કઢાવી શકાય.
  • 2. સરકારમાંથી મળતું ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર માટેનું ફોર્મ ભરવું જે દરેક સંઘમાંથી મળી શકશે
  • ૩. રહેઠાણના પુરાવા અરજી સાથે બીડવા.: જેમાં લાઈટબીલ , ટેલિફોનબીલ, મ્યુ. ટેક્સ બીલ, ઇલેકશન કાર્ડ, રેશન કાર્ડ, આધાર કાર્ડ કોઈપણ એક ની ઝેરોક્ષ કોપી ચાલી શકે.
  • ૪. તાજેતરના પાસપોર્ટ સાઈઝના બે ફોટા
  • ઉપરોક્ત દસ્તાવેજો તૈયાર કર્યા બાદ  સક્ષમ અધિકારી જેવા કે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા નાયબ નિયામક, જિલ્લા સમાજ અધિકારી માંથી કોઈપણ અધિકારીની ઓફિસમાં અરજી આપવાથી ત્યાંથી જૈનનું  પ્રમાણપત્ર  મળી શકશે.