- 113
નવ તત્વો અથવા સિદ્ધાંતો એ જૈન દર્શનનો સૌથી મહત્વપૂર્ણ વિષય છે. તે જૈન ધર્મના કર્મ સિદ્ધાંત સાથે સંબંધિત છે, જે મુક્તિના માર્ગ માટે આધાર પૂરો પાડે છે.
Read Moreઅમારા પ્રેરણાસ્ત્રોત
એવું કહેવાય છે કે શાસનસેવા માટે આત્મવિશ્વાસ જોઈએ અને પ્રભુભક્તિ માટે સમર્પણ. જયારે આ બન્ને માટે પ્રેરણા જોઈએ. અમારા મંડળના સ્થાપક ગુરુદેવ પ.પૂ. આ. ભ. શ્રી વિજય હેમરત્ન સૂરીશ્વરજી મ.સા. ની અનુભવ વાણી એ અમારો મુખ્ય પ્રેરણાસ્તોત્ર બની રહી છે. એ ગુરૂદેવશ્રીનું એક વચન આજે પણ અમારા કર્ણ પર ગુંજતું રહ્યું છે
" પ્રાર્થના એ તો પરમાત્માનો મોબાઈલ નંબર છે, આપણે જો નેટવર્ક માં હશુ તો રીંગ વાગશે જ...."આ ઉપરાંત જિનશાસનની આન, બાન, શાન વધારવામાં સર્વસ્વ ન્યોછાવર કરનારા અને મહાપુરુષો અને શાસન પ્રભાવકો તેમજ શ્રીસંઘ ની એકતા તેમજ દેવ ગુરુ ના આશિષ એ અમારા પુરુષાર્થ અને પ્રેરણાની પાવરબેન્ક બની રહ્યાં છે...
અમારા હેતુઓ
અમારા શ્રી ભાવનગર સંઘની એકતા અને અખંડિતતા એ અમારા મંડળ માટે મુખ્ય આદર્શ રૂપ છે અને એ જ પગલે અમારો પણ મૂળ ઉદેશ ભારતભર ના શ્રી સંઘો ને એકતાંતણે બાંધવા દ્વારા જિનશાસનની દિવ્યધજાને ઉચ્ચ ગગને લહેરાવાનો મુખ્ય હેતુ છે. જેમાં
અમારું મિશન
જેમ દવા લેવી સહેલી છે પણ પરેજી પાળવી અઘરી છે, જેમ ગાથા ગોખવી સહેલી છે પણ પાકી કરવી અઘરી છે, જેમ પ્રભુ ની પૂજા કરવી સહેલી છે પણ પ્રભુ ની આજ્ઞા પાળવી અઘરી છે એ ન્યાયે પ્રભુ ના વચનો ની પૂજા કરતા-કરતા,પ્રભુઆજ્ઞા માં રહી ને પ્રભુ એ બતાવેલા માર્ગે જિનશાસનના આચારો ના નિચોડ ને નવી પેઢી સુધી પહોંચાડવા નું અમારુ મુખ્ય મિશન છે.
વધુ ને વધુ યુવાનો શાસનસેવા તરફ પ્રેરાય અને "ધમ્મીય જણ સંસગ્ગો" રૂપી કર્તવ્ય દ્રારા શાસનસેવા નું બીજ રોપાય અને એ બીજ દ્રારા વટવૃક્ષ જિનશાસનની આન બાન અને શાન વધારતું રાખે એ છે અમારુ મિશન છે.
આ મિશન માં અમને દેવ-ગુરુ ના વિશેષ આશીર્વાદ ભારતભર ના શ્રી સંઘો નો સાથ અને ઉલ્લાસ , વડીલો નું માર્ગદર્શન સાથે યુવાશક્તિ નું સંગઠન બળ ઇંધણરૂપે પ્રાપ્ત થઇ રહીયુ છે અને ઉત્તરોઉત્તર પ્રાપ્ત થતું રહેશે એવી અમને ખાતરી છે.
અમારો દ્રષ્ટિકોણ
શાસનપતિ પ્રભુવીરનું શાસન જે આપણને અંનતા પુણ્યના પ્રભાવે પ્રાપ્ત થયું છે તે શાસનનો અને શાસનપતિ નો આપણા પરનો ઉપકાર કે રીતે ઋણ સ્વરૂપે અદા કરી શકાય ? તો મનમાં એક સુંદર વિચાર સ્ફૂરિયો ... પ્રભુનાં શાસન માં રહી ને તેમના શાસન ની પ્રભાવના કરવા દ્વારા તેમજ જિનશાસનનાં વિવિધ કર્યો કરવા દ્વારા જિનશાસનના મૂળભૂત સિદ્ધાંતો પર આજના યુવાનોને દોરવાનો પ્રયાસ શ્રી પ્રાર્થના જૈન યુવક મંડળ નું long term vision .....
શાસનરક્ષા- સંસ્કૃતિરક્ષા- સાધર્મિક ઉત્કર્ષ અને સ્વાધ્યાયના માર્ગ પર પાપા-પગલી કરતાં કરતાં સિદ્ધગતિ તરફ જવાનું અમારું vision .....
"અમે મહાન છીએ" એમ બતાવવા કરતા "આપણું શાસન મહાન છે" એ બતાવવા તરફ હર હંમેશ તત્પર અને કાર્યશીલ રહેવા અમારું vision .....
જ્ઞાનગોષ્ટી અને તત્વોની વાતો આધારિત સ્વાધ્યાય અર્થે દરમહિને મંડળના સભ્યો માટે થતું સામુહિક મિલન એટલે ધર્મસભા અને મંડળનું હાર્ટ સ્વરૂપ કાર્ય....
તીર્થભક્તિ, તીર્થરક્ષા ના હેતુસહ ભારતભરના તમામ જૈન સંઘોના યુવાનો ઘ્વારા શ્રી શત્રુંજય ગિરિરાજ ખાતે કરતી ત્રિ-દિવસીય ગિરિરાજ સેવા
પાલીતાણા ની છ' ગાઉની યાત્રા દરમ્યાન યાત્રિકોની સુખાકારી માટે તળેટી થી શરુ કરી પાલ સુધી વિવિધ સ્થળોએ કરતી વ્યવસ્થા જે મંડળના દરેક સભ્યો માટે ફરજીયાત કાર્ય છે
શ્રી શત્રુંજય તીર્થાધિપતિ આદિનાથ દાદાની ૫૦૦મી સાલગીરીના અનુસંધાને ૭ ક્ષેત્રને ઉપલક્ષએ થતું કાર્ય એટલે મિશન ૫૦૦
ભાવનગરની આજુબાજુ તેમજ પાલીતાણા ખાતે સાધુ-સાધ્વીજી ભગવંતોને ઉપયોગી વસ્તુઓ વહોરાવવા ઘ્વારા થતી વૈયાવચ્ચ
શ્રી શત્રુંજય ગિરિરાજ પરથી એકત્ર કરેલ ફળ-નૈવેદ ને વ્યવસ્થિત વર્ગીકૃત કરી ભાવનગર તેમજ પાલીતાણા શહેરના આજુબાજુના ગામોમાં અને શાળાઓમાં દાદાની પ્રસાદી સ્વરૂપે કરતી ભક્તિ
નવ તત્વો અથવા સિદ્ધાંતો એ જૈન દર્શનનો સૌથી મહત્વપૂર્ણ વિષય છે. તે જૈન ધર્મના કર્મ સિદ્ધાંત સાથે સંબંધિત છે, જે મુક્તિના માર્ગ માટે આધાર પૂરો પાડે છે.
Read Moreમાર્ગને અનુસરનાર તે માર્ગાનુસારી . મોક્ષમાં જવાના માર્ગ પર ગમન કરતા જીવને માર્ગાનુસારી કહેવાય છે . તેના ૩૫ ગુણો છે . તે આ પ્રમાણે . સંક્ષિપ્ત રીતે...
Read Moreભગવાન મહાવીરની પાટ પરંપરામાં અઢી હજાર વર્ષના દીર્ધકાળ દરમિયાન થયેલ પ્રભાવક ગચ્છનાયકોનો ભવ્યાતિભવ્ય ઈતિહાસ.
Read More